જરા ધીરે વહો, ધીરે વહો શ્વાસ, ઉતાવળ ન કરો
અરે શબ્દનો રસ્તો છે અનાયાસ ઉતાવળ ન કરો ~ રાજેન્દ્ર શુક્લ
www.kavyavishva.com
જરા ધીરે વહો, ધીરે વહો શ્વાસ, ઉતાવળ ન કરો
અરે શબ્દનો રસ્તો છે અનાયાસ ઉતાવળ ન કરો ~ રાજેન્દ્ર શુક્લ
www.kavyavishva.com
કવિતા ‘ટોક ઓફ ધ ટાઉન’ થઈ શકે ? એક વ્યક્તિ એક સંસ્થા જેટલું કામ કરી શકે ? ઉત્તર મેળવવા
જુઓ kavyavishva.com
~ ઉદયન ઠક્કર
અત્યંત સુઘડ, જીવને ઠારતું, સદ્ય પરિનિવૃત્તિ સાધી આપતું, ઊંચી ગુણવત્તાવાળું સર્જનાત્મક
સાહિત્ય માણવાનું આવું વિરલ પ્લેટફોર્મ આપવા બદલ આપને અભિનંદન
~ જયેન્દ્ર શેખડીવાળા
હું આપના કાવ્યવિશ્વ.કોમ ઉપક્રમ તરફ બહુ જ સન્માનથી જોઉં છું. આ સામગ્રી ભવિષ્યના અનેક પ્રકારના
બૃહદ સંપાદકીય પરિશ્રમિકોનો મોટો અને વિદ્વત્તાપૂર્ણ વિસામો છે. અભિનંદન.
~ દિલીપ ભટ્ટ (વરિષ્ઠ પત્રકાર: ગુજરાત સમાચાર)
લતાબહેન અહીં કવિતા, કવિતાનો આસ્વાદ, અનુવાદ, સર્જકનો પરિચય આપીને પોતાની પસંદગી દાખવે છે
અને ભાવકોની રુચિ કેળવે છે. એમની આ પ્રવૃત્તિ આદર જગવે છે. શુભેચ્છાઓ.
~ રઘુવીર ચૌધરી
Beautiful… thank you Ma for setting up this wonderful collection of - all about Gujarati
poems, ‘kavyavishva.com’. Love it Ma.
~ Nisarg Hirani
જુદાં જુદાં કાવ્યસ્વરૂપો વિષે તમે ઉપયોગી માહિતી આપો છો, કવિઓની કવિતા અને સાથે એમના સ્વરાંકનો
પણ આપો છો. તમારું સ્વપ્ન સાકાર થયાનો હરખ છે. અભિનંદન.
~ સંધ્યા ભટ્ટ
સુખ્યાત સાહિત્યકાર લતા હિરાણીના ‘કાવ્યવિશ્વ’માં ગઝલનું ગામ છે તો સોનેટની શેરી પણ છે. ગીતનો
ગુલમહોર અને અછાંદસની આંબલીય છે. શબ્દની સુગંધને માણ્યા જ કરીએ.
~ હરદ્વાર ગોસ્વામી
સરસ કાર્ય ! મોટું કામ. મહેનત માગશે. નિયમિતતા જળવાશે તો વાચકો વધશે ને વધુ લોકોને લાભ થશે.
યોજના સારી છે ! શુભેચ્છાઓ. મદદ ને માહિતીની જરૂર પડે તો જણાવશો. શુભેચ્છાઓ.
~ મણીલાલ હ. પટેલ
પ્રિય લતાબહેન, 'કાવ્યવિશ્વ'નું તમારું સ્વપ્ન સાકાર થયું છે તેનો આનંદ. તેનું વૈવિધ્યપૂર્ણ સ્વરૂપ ઊંચી આશા
જગવે છે. ‘કાવ્યવિશ્વ’ વિશ્વકાવ્યનો વિસ્તાર સાધે તેવી શુભકામનાઓ સાથે અભિનંદન.
~ વિનોદ જોશી
અહીં જે કાવ્યરચનાઓ મૂકાય છે એ મારા મનોભાવોને ઝળહળાવતી એક નવા જ કાવ્યવિશ્વમાં લઈ જાય છે.
આભાર લતાબહેન આપની સાથે જોડાયાનું મને ગૌરવ છે.
~ રૂપલ અશ્વિન મહેતા
કાવ્યવિશ્વ - કવિતા અંગે સર્વ સમાવેશક, આ પ્રથમ ગુજરાતી વેબસાઇટને અભિનંદન. નવી વાત, નવું સાહસ.
નવી પેઢીને અનુકૂળ. અભિનંદન.
- ડો. પ્રવીણ દરજી
તમારા આ યજ્ઞકાર્યનો કોઈ જવાબ નથી. આજની નેટસેવી પેઢી માટે આ વેબસાઇટ આશીર્વાદ સમાન છે.
તમારી સૂઝ, શ્રમ અને વિશાળ દૃષ્ટિ આમાં દેખાય છે. અભિનંદન.
~ જયશ્રી મહેતા
લતાબેન, અભિનંદન અને શુભેચ્છાઓ. નિયમિત રીતે કાવ્યવિશ્વ જોઉં છું. સાહિત્યરસિકોની તુષા સંતોષાય
એવું અને કૃતિઓનું સ્તર જળવાઈ રહે એવું પીરસો છો એ બદલ રાજીપો.
~ ભાગ્યેશ જહા
લતાબેન, બહુ મોટું અને સુંદર કામ. કાવ્યની પસંદગી કરીએ ત્યારે કાવ્યનું અને પસંદગી કરનારનું સ્તર
બંનેની ઓળખ થાય છે, તે તમે ખૂબીથી નિભાવી રહ્યા છો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
~ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
લતાબહેન ‘કાવ્યવિશ્વ’ વેબસાઈટને કવિતા વિષયની એક બૃહદ વેબસાઇટ બનાવવા માગે છે. અને પારણામાં
જ તેના લક્ષણો દેખાય છે. ‘કાવ્યવિશ્વ’ એક ઉત્કૃષ્ટ વેબસાઇટનું સર્જન.
~ રમેશ તન્ના
‘કાવ્યવિશ્વ’ વેબસાઇટ બનાવવા પાછળના આપના પ્રયત્ન અને મહેનત માટે વંદન. Congratulations
Lataben, salute to your efforts.
~ નમ્રતા શોધન
રોજ ઉત્તમ કાવ્યોનો આ છપ્પનભોગનો રસથાળ તમે મોકલાવો છો એ માટે હું ઋણી છું. ‘કાવ્યવિશ્વ’ને જે
ઊંચાઈ બક્ષવાની તમારી સંકલ્પનાઓ સાકાર થાય તેવી શુભેચ્છાઓ.
~ કિશોર બારોટ
‘કાવ્યવિશ્વ’નું સંકલન બહુ સરસ રીતે થાય છે. કાવ્યો માણવાનો રોમાંચ જળવાઈ રહે છે. સંવેદનાને સંવર્ધિત
કરતી આયોજના. શુભેચ્છાઓ અને અભિનંદન. ~ રમણીક અગ્રાવત
મહત્ત્વાકાંક્ષી અને ઊંડી તૈયારી માંગતો સાહિત્યિક ઉપક્રમ. હાર્દિક શુભકામનાઓ. ગિરા ગુર્જરીનું ભવિષ્ય
ઘણું ઊજળું લાગે છે! શુભેચ્છાઓ અને અભિનંદન.
~ ડો. કેશુભાઈ દેસાઇ
લતાબહેન તમારી મહેનતે રંગત લાવી દીધી. આવું કામ કરવું કાંઈ સહેલી વાત નથી. સાહિત્યની પ્રીતિ
સિવાય આ સંભવી શકે નહીં. શુભેચ્છાઓ અને અભિનંદન.
~ ડો. મોહન પરમાર
ખૂબ જ સુંદર ઉપક્રમ લતાબહેન. સમયોચિત પણ ખરું. તમે બનાવેલા વિભાગોમાં તમારા કવિતાપ્રેમની
સાથોસાથ આયોજન-સંપાદનની સૂઝ નજરે ચડે. ધન્યવાદ, શુભકામનાઓ.
~ દક્ષા બી. સંઘવી
કાવ્યની અને કાવ્યતત્ત્વને પ્રકાશિત કરવાના ધ્યેય સાથે ‘કાવ્યવિશ્વ’ ઘણા ટૂંકા ગાળામાં લોકપ્રિય વેબસાઇટ
બની ચૂક્યું છે. વિષય વૈવિધ્ય પણ વખાણવા લાયક. અભિનંદન અને શુભેચ્છાઓ.
~ ડો. મુકેશ જોશી
જે ઉમદા વિચારોથી આપ ‘કાવ્યવિશ્વ’ લાવ્યા છો એની સકારાત્મક ઊર્જા નવોદિત અને વડીલ
સાહિત્યકારોને મળશે. આવા પાયાના કામમાં અમે તમારી સાથે જ છીએ.
~ પુરુષોત્તમ મેવાડા ‘સાજ’
‘કાવ્યવિશ્વ’માં પીરસાતું મેટર સરસ જ હોય છે અને એ સ-રસ રીતે પીરસાય છે એમાં caterer ની પણ
ખૂબીના દર્શન થાય છે, કારણ પીરસનાર જાતે રસશાસ્ત્રી છે, રસજ્ઞ પણ છે!
~ સુધા ઝવેરી
ગુજરાતી કાવ્યસમૃદ્ધિ કેટલી વિસ્તાર પામી રહી છે અને કવિતા-કૃતિવિવેચનમાં કેટલી આધુનિક બની રહી છે
તેનો એક ઉલ્લાસ માણીને આનંદ થયો. શુભેચ્છાઓ અને અભિનંદન.
~ રમેશ પુરોહિત