જયંત ડાંગોદરા ~ આવ પલળીએ & એટલે ઉપચારથી * Jayant Dangodara  

*****

*આવ પલળીએ*

આવ પલળીએ,
એકમેકમાં ઘૂઘવતાં આ ચોમાસાને મળીએ.
આવ પલળીએ.

પરબીડિયાનું વાદળ ગમતાં સરનામાને તલસે,
બીજ અષાઢી આવે ને મન વ્હાલું વ્હાલું કણસે,
બારસાખને પકડી આંખો શ્રાવણ થઈને વરસે,
વરસે નહીં તો ડૂમાને કોઈ ઘંટી વાટે દળીએ.
આવ પલળીએ.

લવિંગ કેરી લાકડીએ હું પરપોટાને તોડું,
ઈચ્છાઓની બંધ પોટલી ચોક વચાળે છોડું,
તમે કહો તો શેરી આખી માથે લઈને દોડું,
કુંવારી આંખ્યુંનાં વ્રતને સૌની સામે છળીએ.
આવ પલળીએ.

~ જયંત ડાંગોદરા

ચોમાસું બે કાંઠે વહી રહ્યું છે ત્યારે આવું ગીત મનને ભીંજવી જાય…

કવિ : જયંત ડાંગોદરા * ફૂલોની પાંખ પર * રીડજેટ 2015

7 Responses

  1. જયંત ડાંગોદરા says:

    કાવ્યવિશ્વ પર મારી રચનાઓને સ્થાન આપવા માટે આભારી છું લતાબેન. વંદન સ્વીકારજો.

  2. વાહ, ગીત અને ગઝલ બંને ખૂબ જ સુંદર.

  3. ઉમેશ જોષી says:

    વાહ ગળચટ્ટુ ગીત…

  4. હેતલ રાવ says:

    બંને રચના સરસ👌👌👌

  5. Minal Oza says:

    તરોતાજા રચનાઓ ખૂબ સરસ .. અભિનંદન.

  1. 09/07/2024

    […] જયંત ડાંગોદરા ~ આવ પલળીએ & એટલે ઉપચારથ… હર્ષદ ત્રિવેદીના હસ્તાક્ષરમાં કાવ્ય * Harshad Trivedi પ્રભાતનાં પંખી ~ લતા હિરાણી * Lata Hirani […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: