પન્ના નાયક ~ તું અને હું

🥀🥀

તું અને હું
આપણા
દેહ બે પણ પ્રાણ એક–
એ
વાતને
સાચી
ઠરાવવાના

લાખ પ્રયત્ન કરીએ છીએ
પણ
આપણી ભીતર તો
સતત રણક્યા કરે છે
અસ્વીકારનું અસ્તિત્વ!

આપણે તો છીએ
પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો-
સંપૃક્ત પણ અલગ અલગ

માત્ર સિવાઈ ગયેલાં
કોઈ
ઋણાનુબંધના દોરાથી!

~ પન્ના નાયક (28.12.1933)

અંગત છતાં તદ્દન બિનઅંગત વાત.. એક છત નીચે જીવતા લાખો યુગલોની વાત. સમાજની કડવી સચ્ચાઈ.  

🌹પ્રિય પન્નાદીદીને જન્મદિનના વ્હાલભર્યા અભિનંદન🌹

આપ સર્જક પરિચય અહીં વાંચી શકશો.

4 thoughts on “પન્ના નાયક ~ તું અને હું”

  1. ઉમેશ જોષી

    જન્મ દિવસની સુકામનાઓ પાઠવું છું..્

  2. કવયિત્રી પન્ના જીને જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ.એક સ્રી જ આ રીતે અંતરના ઉંડાણમાંથી આવાં કાવ્યો રચી શકે. ક્યાં ક અંતર વેદના ઝીલાઈ છે.

  3. Kirtichandra Shah

    ઝીણું સાભંળવા ના મને કોડ છે ….ભલે પરંતુ રચનાઓ બધી ધારદાર બોલકી છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *