જિતેન્દ્ર પ્રજાપતિ ~ ભણવા બેઠું

ભણવા બેઠું રે 

ભણવા બેઠું રે ભણવા બેઠું
નાનું પતંગિયુ ભણવા બેઠું !

નાનકડા હાથમાં નાનકડી પાટી
પતંગિયુ બેઠું છે પાથરીને માટી
ગણવા બેઠું રે ગણવા બેઠું
આંગળીના વેઢા ગણવા બેઠું……

ચાર-ચાર ખાનાંવાળો લીધો છે થેલો
થેલા પર ચીતર્યો છે સસલો અલબેલો
લખવા બેઠું રે લખવા બેઠું
નાનું પતંગિયુ લખવા બેઠું ….

~ જિતેન્દ્ર પ્રજાપતિ

ગઝલમાં નોંધપાત્ર કામ કરી રહ્યા છે એવા કવિ જિતેન્દ્ર પ્રજાપતિ બાળકાવ્યોમાં પણ એટલું જ સરસ કામ કરી રહ્યા છે.

બાળગીતસંગ્રહ ‘પતંગિયુ ભણવા બેઠું’ ‘કાવ્યવિશ્વ’ને મોકલવા બદલ આભાર.  

OP 11.4.22

***

આભાર

17-04-2022

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ છબીલભાઈ, મેવાડાજી અને સૌ મિત્રોનો આભાર

સાજ મેવાડા

11-04-2022

સુંદર બાળ ગીત.

છબીલભાઈ ત્રિવેદી

11-04-2022

જીતેન્દ્ર પ્રજાપતિ નુ બાળકાવ્ય ખુબ સરસ પતંગીયુ ભણવા બેઠુ કાવ્ય સંગ્રહ માંથી લીધેલુ કાવ્ય ગમ્યું

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *