બકુલેશ દેસાઈ ~ થયો છે કોરોના પડોશી!

થયો છે કોરોના પડોશી!
મારે ફળિયે છવાઈ ખામોશી!

બહુ સૂણ્યું ને જોયું, કેવાં અપલખ્ખણ છે એનાં !
હશે, હોય, આપણને શું ? જેવાં ભાયગ જેનાં !
પણ એના અહીં પગપેસારાથી ફફડે મહેતા-દોશી … થયો છે0

Hi! Hello! શું કહેવું એને? શાહુકાર એ ચીનનો !
એજન્ટ જ એ તો ચાઉમાઉ..પિંગ જિનનો !
ક્યારે એનાથી છૂટશે પીછો?  કહો તો ટીડા જોશી?! … થયો છે0

હસતાં-રમતાં..ગાતાં-ખાતાં.. રાતરાતભર..
ખુલ્લાં મન શા, મોં પણ ખુલ્લાં ! ક્યાં કોનો ડર?!
ઘરથી કાઢો એને કોઈ..ભલે મરે એક ડોશી ! … થયો છે  

~ બકુલેશ દેસાઈ

સૌજન્ય : રાષ્ટ્રીય કલા કેન્દ્ર

OP 10.12.2020

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *